ઉનાના નાંદરખ ગામે રહેતા કાંતિભાઈ કલાભાઈ સોલંકી (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાના હવાલાવાળો ટ્રક નં.ય્ત્ન-૧૧-ઢ-૭૭૩૩ લઇ અમરેલીથી કોડીનાર જતા હતા તે દરમિયાન ખાંભા ગામથી આગળ ચતુરી ગામના પાટીયા પાસે પહોંચતા ટ્રકમાં અચાનક કોઇપણ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાથી ટ્રકના ૧૨ ટાયર, એન્જીન, કેબીન, ચેસીસ તેમજ નાની મોટી વસ્તુઓ તથા વાયરીંગ બળીને રાખ થઇ જતાં રૂ.૧૪,૫૦,૦૦૦નું નુકસાન થયું હતું. ખાંભા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.