અમરેલી તાલુકાના ચક્કરગઢ ગામે ખોડલધામ મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. એક જ સ્થળે લોકો એકબીજાને મળી શકે અને નવા વર્ષની શુભકામના પાઠવી શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગામ પરિવાર દ્વારા ગામના પટાંગણમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં છેલ્લાં ૧૦ વર્ષથી સ્નેહમિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અમરેલી ખોડલધામ સમિતિના પ્રેમજીભાઈ ડોબરીયા, કાંતિભાઈ વઘાસીયા, દયાળભાઈ સંઘાણી, કાળુભાઈ કાછડીયા, અરજણભાઈ કોરાટ, રાજેશભાઈ ફીણવીયા, ભરતભાઈ બાવીસી, અરવિંદભાઈ પાનસુરીયા, વિમલભાઈ વઘાસીયા, ગોરધનભાઈ માંદલીયા, વિપુલભાઈ ધોરાજીયા સહિત જાડાયા હતા.