સમાજ અગ્રણી ચંદુભાઈ પોશિયાનું અદકેરું સન્માન
અમરેલી, તા.૮
અમરેલી તાલુકાના ચક્કરગઢ ગામે સમાજસેવી ભામાશા ચંદુભાઈ પોશિયા દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચક્કરગઢ ગામમાં ધુમાડાબંધ પ્રસાદ અને રામદેવજી મહારાજના પાઠના દર્શન વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમાજસેવા બદલ અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ, લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, મંડપ સર્વિસ એસોસિએશન વગેરે સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું હતું.