પૃથ્વીની પરિક્રમા કરતા ચંદ્ર પર એક રહસ્યમય ઝૂંપડીનાં સમાચાર સામે આવી રહ્યા છે, જેની તસવીર જાયા બાદ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચંદ્ર મિશન પર ગયેલા ચીનનાં યુટુ-૨ રોવરે આ ઝૂંપડીનાં આકારની વસ્તુ શોધી કાઢી છે. આ પદાર્થ ચંદ્રનાં સૌથી દૂર આવેલા વોન કાર્મન ક્રેટર પાસે જાવા મળ્યો છે. ચીનનાં વૈજ્ઞાનિકોએ આ રહસ્યમય આકૃતિની શોધ શરૂ કરી દીધી છે.
આ ઘટના ચીનની સ્પેસ એજન્સી નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સાથે કામ કરતી ચીની સાયન્સ ચેનલ અવર સ્પેસ પર પ્રકાશિત યુટુ-૨ ડાયરીમાં જણાવવામાં આવી છે. ડાયરીમાં કહેવામાં આવ્યું છે કે યુટુ-૨એ ચંદ્રની ઉત્તરે ક્ષિતિજ પર ક્યુબ આકારની વસ્તુ જાઈ. નવેમ્બરમાં મિશનનાં ૩૬માં ચંદ્ર દિવસ દરમિયાન આ પદાર્થ લગભગ ૨૬૦ ફૂટ (૮૦ મીટર) દૂર હતો. ‘અવર સ્પેર્સ અનુસાર અમે આ આબ્જેક્ટનું નામ ‘મિસ્ટ્રીયસ હર્ટ (શેનમી જિયાઓવુ) રાખ્યું છે. આ નામ પ્રતિકાત્મક આપવામાં આવ્યું છે, કારણ કે આપણે જાણતા નથી કે તે વાસ્તવિકમાં શું છે. રૂેં-૨ મિશન સાથે જાડાયેલા વૈજ્ઞાનિકોએ પણ આ રહસ્યમય વસ્તુ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આગામી ૨-૩ ચંદ્ર દિવસોમાં અમે આ રોવરને ક્રેટરથી બહાર કાઢીને તે રહસ્યમય વસ્તુની નજીક લઈ જવાનો પ્રયાસ કરીશું.
ઘણા નિષ્ણાતોનાં મતે, આ રહસ્યમય આકૃતિ પથ્થરનો વિશાળ ભાગ પણ હોઈ શકે છે. જાકે, રોવરનાં નજીક ગયા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉઠશે. ૩ જાન્યુઆરી, ૨૦૧૯નાં રોજ સૌર-સંચાલિત રૂેં-૨ અને ચાંગ ઈ ૪ લેન્ડર ચંદ્ર પર ઉતર્યા હતા.યુટુ-૨ ચંદ્ર પર ૧૮૬ કિલોમીટરનાં વોન કાર્મન ક્રેટરની તપાસ કરી રહ્યું છે.