ચંડોળાના કુખ્યાત ભૂમાફિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપી લલ્લા બિહારીના ૬ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર હતા. જોકે ક્રાઈમબ્રાંચે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણ ચંડોળા તળાવનો કાલિન ભૈયા હતો. દેશનાં કોઇ પણ ખુણેથી અથવા તો બાંગ્લાદેશથી કોઇ મુસ્લીમ જો ચંડોળા તળાવ આવે તો તેણે લલ્લા બિહારી પાસે જવું પડતું હતું.

આ દરમિયાન પોલીસે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપાયો છે, જ્યારે આ પહેલા એટલે ૨૯ એપ્રિલે તેના દીકરા ફતેહ મોહંમદની ધરપકડ થઈ ચૂકી છે. લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને ગેરકાયદે આશરો આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.