ઘોબા ગામે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં પાંચ ઇસમો રોકડા ૧૧,૬૦૦ સાથે ઝડપાયા હતા. રાજુભાઇ ધીરૂભાઇ ઓગણીયા, જયસુખભાઇ બાલાભાઇ ચુડાસમા, મનુભાઇ ગુલમહમદભાઇ દલ, કરણભાઇ હીમતભાઇ મકવાણા તથા ઘુઘાભાઇ વશરામભાઇ પરમાર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં રોકડા ૧૧,૬૦૦ સાથે ઝડપાયા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એમ. મેર વધુ તપાસ કરી રહ્યા છે.