સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે રસ્તે ચાલવા મુદ્દે મનદુઃખ રાખી મહિલાને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આંગણવાડી વર્કર તરીકે કામ કરતાં પાયલબેન અરવિંદભાઈ ચુડાસમા (ઉ.વ.૩૧)એ પ્રવિણભાઈ મનજીભાઈ ચુડાસમા તથા જગદીશભાઈ ઉર્ફે નાનો મનજીભાઈ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, પાયલબેન અને આરોપીઓ વચ્ચે રસ્તે ચાલવા બાબતે અવાર-નવાર બોલાચાલી થતી હતી. જેનુ મનદુઃખ રાખીને આરોપીઓએ તેમને જાહેરમાં મન-ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત લાકડી તેમજ ઢીકા પાટુનો મુંઢમાર માર માર્યો હતો. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.