સાવરકુંડલાના ઘોબા ગામે રહેતો એક પુરુષ બાઇક લઇને ફિફાદ જવાના રોડ પર મલદાદાના મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે બોલેરો ચાલકે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે હિરેનભાઈ સવજીભાઈ ડાભી (ઉ.વ.૨૫)એ બોલેરો ચાલક કિશોરભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પિકઅપ જીજે-૧૪-યુ-૬૯૪૪ લઈ ઘોબાથી ફિફાદ રોડ પર મલદાદાના મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેમના પિતાને ટક્કર મારી હતી. જેમાં તેમને હાથ, પગ અને કમરના ભાગે ફ્રેક્ચર થયું હતું. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.