એવુ કહેવાય છે કે, જેનો અંત સારો એનુ બધુ સારુ. પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હવે આગળ શું થશે તે જાણી શકાયું નથી. પરંતુ, ન્યુઝીલેન્ડ સામેની તેમની ટી૨૦ શ્રેણી કારમી હાર સાથે સમાપ્ત થઈ. પાકિસ્તાનની ટીમ છેલ્લી ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ ૪૨ રને જીતવામાં સફળ રહી છે. આ સાથે, ૫ ટી ૨૦ આંતરરાષ્ટિય શ્રેણીમાં તેનો ક્લીન સ્વીપ થવાથી બચી ગઈ
આભાર – નિહારીકા રવિયા છે. તો પાકિસ્તાનના નવા ટી ૨૦ કેપ્ટન શાહીન આફ્રિદીની જીતનું પણ ખાતું ખુલ્યું છે. તમને જણાવી દઈએ કે શાહીન શાહ આફ્રિદીની ટી૨૦ કેપ્ટનશીપમાં પાકિસ્તાનની આ પહેલી જીત છે.
શાહીન આફ્રિદીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીમાંથી પાકિસ્તાની ટીમની બાગડોર સંભાળી હતી. મતલબ કે, આ શ્રેણી તેની ટી ૨૦ કેપ્ટનશિપની આંતરરાષ્ટિય ડેબ્યૂ હતી. શાહીન આફ્રિદી એન્ડ કંપનીને ૫ ટી ૨૦ મેચની શ્રેણીની પ્રથમ ૪ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તે શ્રેણીની ૫મી અને છેલ્લી મેચ જીતવામાં સફળ રહ્યાં.
ટી૨૦ મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. આ પહેલા બંને ટીમો વચ્ચે ચોથી ્‌૨૦ મેચ પણ અહીં ક્રાઈસ્ટચર્ચમાં અને એ જ પીચ પર રમાઈ હતી જે આજે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ચોથી ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ જીતી હતી. પરંતુ, ૫મી ટી ૨૦ મેચમાં પાકિસ્તાની બોલરોએ ન્યૂઝીલેન્ડ પર પોતાની પકડ મજબૂત કરી હતી.મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનિંગ જાડીમાં ફેરફાર થયો હતો કારણ કે હસીબુલ્લા ખાને રિઝવાન સાથે અયુબની જગ્યાએ ડેબ્યૂ કર્યું હતું. જાકે, આ નવી ઓપનિંગ જાડીનો પણ પાકિસ્તાનને કોઈ ફાયદો થયો નહીં. હસીબુલ્લા ખાન પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.
આ પછી રિઝવાનને બાબરનો સારો ટેકો મળ્યો. પરંતુ આ જાડી પણ સ્કોર બોર્ડને ગતિ આપવામાં અસફળ જણાઈ હતી. જ્યારે રિઝવાને ૩૮ બોલમાં માત્ર ૩૮ રન બનાવ્યા હતા, જ્યારે બાબર આઝમ બે જીવનદાન મેળવ્યા બાદ પણ ૧૩ રનના સ્કોરથી આગળ વધી શક્યો નહોતો. આ બંને બાદ ફખર ઝમાને ૧૬ બોલમાં ૩૩ રન બનાવ્યા, જેના કારણે પાકિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૪ રન બનાવી શકી.
હવે ન્યુઝીલેન્ડ સામે ૧૩૫ રનનો ટાર્ગેટ હતો, જે તેની તાકાતને જાતા આસાન જણાતું હતું. પરંતુ, આ વખતે પાકિસ્તાની બોલરોએ કિવિઝ માટે આસાન લાગતી વસ્તુને સરળ રહેવા દીધી નહોતી. પાકિસ્તાને મેચમાં ૫ બોલરોને અજમાવ્યા અને બધાએ કિવી ટીમ પર પોતાની પકડ એટલી મજબૂત કરી દીધી કે તેઓ ૧૦૦ રન પણ બનાવી શક્યા નહીં. તે માત્ર ૧૭.૨ ઓવરમાં ૯૨ રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ ૩.૨ ઓવરમાં ૨ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ નવાઝે ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૨ વિકેટ લીધી હતી. ઇફ્તિખાર અહેમદ બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ તે આ મેચમાં બોલીગથી સૌથી સફળ રહ્યો હતો, તેણે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી.