ઘાટકોપર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચાર સામગ્રીમાં કહેવાતી રીતે ર્સોનાના બિસ્કીટ હોવાની અફવા ઉડી અને આનો વીડિયો વાયરલ થતા ચર્ચા વધી. જાકે, તપાસ બાદ તે પર્ફ્‌ર્યૂમની બાટલ છે એવી માહિતી મલી. પણ આ કારણસર કલાકો સુધી વિવાદ ચાલ્યો. મુંબઈ, ઘાટકોપર વિસ્તારમાં અધિકારીઓ ગાડીની ચેકિંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન ગાડીમાં પહેલા પીએમ મોદીના માસ્ક, પછી ટોપી અને અન્ય પ્રચાર સામગ્રી એક મોટા કાર્ડબોડ બાક્સમાં રાખેલી જાવા મળી. એક અન્ય અધિકારી આ બધાનું લિસ્ટ બનાવવામાં વ્યસ્ત રહ્યો. ત્યારે તેની નજર એક નાનકડા બાક્સ પર પડી. કોઈકે તેને ર્સોનાના બિસ્કીટ કહી દીધા. અને હોબાળો શરૂ થઈ ગયો. લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.
એવી ચર્ચા શરૂ થઈ ગઈ કે ભાજપ મતદારોને આકર્ષવા માટે સોનાની બિસ્કીટ વહેંચી રહી છે. જા કે, તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તે પ્લાસ્ટીંકની અત્તરની બોટલ હતી, જે અન્ય પ્રચાર સામગ્રી સાથે પક્ષના કાર્યકરોમાં વહેંચવાની હતી.
ઉત્તર મધ્ય મુંબઈના જિલ્લા ઉપાધ્યક્ષ અને ભાજપના નેતા અજય બડગુજર કહે છે, “મારો પરિવાર કારમાં હતો. તેઓ આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ગયા હતા. પરત ફરતી વખતે પોલીસે કાર રોકી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મને બોલાવવામાં આવ્યો.” તેમણે મીડિયાને કહ્યું, “તમે જે સોનાની બિસ્કીટ ની વાત કરી રહ્યા છો. તે પ્લાસ્ટીંકની થેલી છે. આ બિસ્કીટ નથી પરંતુ અત્તરની બોટલ છે, પરંતુ વિપક્ષને રાઈનો પહાડ બનાવવાની ટેવ છે એટલા માટે અત્તરની બોટલને સોનાની બિસ્કીટ કહી દીધી. પોલીસે તેને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. ચૂંટણીના વાતાવરણને કારણે દરેક વ્યવ્કય આ અનુભવી રહ્યું છે. ભારત એક વિકસિત દેશ બની રહ્યો છે.”વરિષ્ઠ કાંગ્રેસ નેતા શશિ થરૂરે શનિવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ર્માતોર્શ્રી ખાતે મહારાષ્ટિતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેની સૌજન્ય મુલાકાત લીધી હતી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શશિ થરૂર સાથેની પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.
અગાઉ, તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે બાંદ્રામાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી કાંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડ માટે પ્રચાર કર્યો હતો, જેઓ ભાજપના ઉજ્જવલ નિકમ સામે ચૂંટણી મેદાનમાં લડી રહ્યાં છે. દિવસની શરૂઆતમાં ઉદ્ધવ ઠાકરે મુંબઈની બહાર પ્રચાર કરી રહ્યા હતા. કાંગ્રેસ અને શિવસેના મહારાષ્ટિમાં ગઠબંધન અને મહા વિકાસ અઘાડીનો ભાગ છે.