ભાદરવી અમાસ નિમિત્તે પિતૃ તર્પણ કરવા માટે અમરેલી કૈલાસ મુક્તિધામ, કેરીયા રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શીતલ આઈસ્ક્રીમ પરિવાર તથા DJBS Foundationના સહયોગથી આ સેવાનું આયોજન થયું છે. પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓને સુવિધા, પ્રસાદ તથા જરૂરી વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે. સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો આ ધાર્મિક અને પાવન કાર્યમાં જોડાઈને પિતૃ તર્પણનો લાભ લે. આ સેવાકીય કાર્યને લઈને શ્રદ્ધાળુઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.









































