ટામેટાં અને બટાકાની કિંમતોમાં વધારાને કારણે, ઘરે બનાવેલી શાકાહારી થાળી ડિસેમ્બર ૨૦૨૪માં વાર્ષિક ધોરણે છ ટકા મોંઘી થઈ ૩૧.૬૦ રૂપિયા થઈ ગઈ. ડિસેમ્બર ૨૦૨૩માં તે રૂ. ૨૯.૭૦ હતો. જાકે, નવેમ્બરમાં રૂ. ૩૨.૭૦ની સરખામણીએ તે સસ્તું થયું છે.રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, માંસાહારી થાળીની કિંમત પણ ગત મહિને વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધીને ૬૩.૩૦ રૂપિયા થઈ ગઈ છે. માસિક ધોરણે પણ ભાવમાં ત્રણ ટકાનો વધારો થયો છે.
તહેવારો અને લગ્નની મોસમમાં માંગમાં વધારો થવાને કારણે વનસ્પતિ તેલના ભાવમાં વાર્ષિક ધોરણે ૧૬ ટકાનો વધારો તેમજ આયાત ડ્યૂટીમાં વધારાની પણ થાળીના ભાવ પર અસર પડી છે. જાકે, એલપીજી ઈંધણના ભાવમાં ૧૧ ટકાના ઘટાડાથી આંશિક વળતર મળ્યું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શાકાહારી થાળીની કુલ કિંમતમાં ટામેટાં અને બટાકાનો ફાળો ૨૪ ટકા છે.ડિસેમ્બર ૨૦૨૩માં ૩૮ રૂપિયાની સરખામણીમાં ડિસેમ્બર ૨૦૨૪માં ટામેટાની કિંમત ૨૪ ટકા વધીને ૪૭ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી.બટાકાની કિંમત પણ ૫૦ ટકા વધીને રૂ. ૩૬ પ્રતિ કિલો થઈ ગઈ, જે ડિસેમ્બર ૨૦૨૩માં રૂ. ૨૪ પ્રતિ કિલો હતી.માંસાહારી થાળીના ખર્ચમાં ૫૦ ટકા યોગદાન આપતા ચિકનના ભાવમાં પણ ડિસેમ્બરમાં વધારો થયો છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટÙ અને ગુજરાતમાંથી તાજા પુરવઠા વચ્ચે નવેમ્બરની સરખામણીમાં ટામેટાના ભાવમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ડુંગળીના ભાવમાં ૧૨ ટકા અને બટાકાના ભાવમાં ૨ ટકાના ઘટાડાને કારણે શાકાહારી થાળીના ભાવમાં પણ માસિક ધોરણે ઘટાડો થયો છે.જુલાઈ-ઓક્ટોબર વચ્ચે ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવ ઊંચા હતા.