અમરેલી એસ.ટી. બસસ્ટેન્ડ પરથી એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફાન કરી જણાવેલું કે એક યુવતી બસસ્ટેન્ડમાં લાંબા સમયથી એકલી બેઠી છે. જેના પગલે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી જ્યાં હાજર રહેલ જાગૃત નાગરિકે યુવતીને સુરક્ષિત જગ્યાએ બેસાડી રાખેલ હતી. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરતા યુવતીએ જણાવેલું કે તે મધ્યપ્રદેશથી આવી છે અને તેની ઉમર ૧૮ વર્ષ છે અને તે તેના પતિ સાથે અહીં રહે છે અને સવારે ચાર વાગે બધા સુતા હતા ત્યારે કોઇને જાણ કર્યા વિના નીકળી ગયેલ છે અને તેઓ સવારથી તેની શોધખોળ કરી રહ્યાં છે. ત્યારબાદ યુવતીના ભાઇ અને પતિએ જણાવેલું કે તેઓ બાજુના ગામમાં જ રહે છે તેથી તે યુવતીને લેવા માટે આવે છે તેથી તેઓ ન આવે ત્યાં સુધી યુવતીને અહીં રાખવા જણાવેલું ત્યારબાદ યુવતીનો પતિ અને ભાઇ યુવતીને લેવા આવેલા ત્યારે સમગ્ર ઘટના અંગે યુવતીનાં પતિને યુવતી સાથે ઝગડો ન કરવા અંગે સમજાવ્યા અને યુવતીને સુરક્ષિત તેમના પરિવારને સોંપવામાં આવી હતી.