અમરેલી શહેરમાં એક અચરજભર્યો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાને ઘરેથી કાઢી મુક્યા બાદ સાસુ તેના પિયરે તેડવા ગઈ હતી. તે સમયે પરિણીતાએ પરત ફરવાની ના પાડતાં તેને ફટકારવામાં આવી હતી. આ બનાવ અંગે રીઝવાનાબેન રીયાઝભાઈ ગાજીપરા (ઉ.વ.૩૭)એ સાસુ જુબેદાબેન રજાકભાઈ ગાજીપરા તથા પતિ રીયાઝભાઈ રજાકભાઈ ગાજીપરા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ એકાદ મહિના પહેલા તેમને પતિ-સાસુએ માર મારી તથા શારીરિક માનસિક ત્રાસ આપી એકાદ મહિના પહેલા ઘરેથી કાઢી મુક્યા હતા. બે દિવસ પહેલા તેમના સાસુએ પિયરમાં આવીને ઘરે પરત ફરવા જણાવ્યું હતું. જેથી તેમણે ના પાડતાં ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા.