ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે, પ્રાથમિક સહકારી બેંક મહાનગરોમાં લોકોને પોતાના મકાનના રિનોવેશન માટે અથવા તો તેમાં ફેરફાર કરવા માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. આ નિર્ણય આરબીઆઈએ ફક્ત પ્રાથમિક સહકારી બેંકો માટે કર્યો છે. આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને રાહત મળશે, જે ઘરના રેનોવેશન માટે જેમ તેમ કરીને ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરતા હોય છે.
આ અગાઉ આવી બેંકો માટે મકાન રેનોવેશન માટે લોનની મર્યાદામાં સંશોધન સપ્ટેમ્બર ૨૦૧૩માં કરવામા આવ્યું હતું. જે અંતર્ગત ગ્રામિણ તથા નાના એરિયામાં બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં પાંચ લાખ રુપિયા સુધીની લોન લઈ શકાતી હતી.
આરબીઆઈએ પ્રાથમિક સહકારી બેંક માટે જાહેર કરેલા પરિપત્રમાં કહ્યું કે, આવી લોનની મર્યાદા વધારીને ૧૦ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. દશ લાખ રૂપિયાની મર્યાદા એ શહેરો અને કેન્દ્રોમાં છે, જ્યાં વસ્તી ૧૦ લાખ અથવા તેનાથી વધારે છે. અન્ય કેન્દ્રો માટે આ મર્યાદા છ લાખ રૂપિયા છે. આરબીઆઈના આ નિર્ણયથી એ લોકોને ફાયદો થશે, જે લોકો ઘરનું રિનોવેશન કરાવવા માગે છે. પણ તના માટે પુરતા પૈસા નથી.આરબીઆઇ આવા લોકોને મોટી રાહત આપી છે