ગ્લોબલ હંગર ઈન્ડેક્સની ૨૦૨૪ની યાદીમાં ભારત ૧૨૭ દેશોમાં ૧૦૫મા સ્થાને રહ્યું છે. ૨૦૨૩માં ભારતનો ક્રમ ૧૨૫ દેશોમાંથી ૧૧૧મા ક્રમે હતો અને ૨૦૨૨માં તે ૧૨૧ દેશોમાંથી ૧૦૭મા ક્રમે હતું. કોંગ્રેસે વૈશ્વક ભૂખમરા સૂચકાંકમાં ભારતનું સ્તર ખૂબ નીચું હોવાથી એવા આક્ષેપો કર્યા છે કે મોદી સરકાર હવે આ ક્રમાંકને લઈ છેડો ફાડી નાખશે.
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં નેપાળ ૬૮માં, શ્રીલંકા ૫૬માં અને બાંગ્લાદેશ ૮૪માં નંબર પર છે. એટલે કે આ દેશોની હાલત ભારત દેશ કરતા પણ સારી છે. પાકિસ્તાનનું રેન્કિંગ ૧૦૯ છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા કે દેશની મોટા ભાગની વસ્તી ભયંકર ગરીબી અને ભૂખમરાથી પીડાઈ રહી છે. દેશનો ગરીબ વ્યક્તિ દિવસ-રાત મહેનત કર્યા બાદ પોતાનું પેટ પણ ભરી શકતો નથી. મોદી સરકાર હવે આ ક્રમાંકને લઈ છેડો ફાડી નાખશે એ નિશ્ચિત છે.
કોઈપણ દેશમાં ભૂખની સ્થિતિ શું છે. આ યાદી દર વર્ષે કોર્ન્સ વર્લ્ડ વાઇડ અને વલ્ડ હંગર હેલ્પ નામની યુરોપિયન એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં ૪ પરિમાણોનું મૂલ્યાંકન કર્યા પછી આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે.
૧. કુપોષણઃ કુપોષણનો અર્થ એ છે કે તંદુરસ્ત વ્યક્તિને દિવસ માટે જરૂરી કેલરી મળતી નથી. દરરોજ પૂરતી કેલરી ન મેળવતી કુલ વસ્તીના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
૨. બાળ મૃત્યુદરઃ બાળ મૃત્યુદર એટલે દર એક હજાર જન્મે બાળકોની સંખ્યા જે જન્મના ૫ વર્ષની અંદર મૃત્યુ પામ્યા.
૩. બાળ કુપોષણઃ આમાં બે શ્રેણીઓ છે.
ચાઇલ્ડ vesting ચાઇલ્ડ vesting એટલે કે બાળક તેની ઉંમર માટે ખૂબ પાતળું અથવા નબળું હોવું. ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, જેમનું વજન તેમની ઊંચાઈ કરતા ઓછું છે. આ દર્શાવે છે કે તે બાળકોને પૂરતું પોષણ મળતું ન હતું જેના કારણે તેઓ નબળા પડી ગયા હતા.
ચાઈલ્ડ સ્ટંટીંગઃ ચાઈલ્ડ સ્ટંટીંગ એટલે એવા બાળકો કે જેમની ઉંચાઈ તેમની ઉંમર કરતા ઓછી હોય. એટલે કે ઉંમર પ્રમાણે બાળકની ઊંચાઈ વધી નથી. ઊંચાઈનો સીધો સંબંધ પોષણ સાથે છે. જે સમાજમાં લાંબા સમયથી બાળકોમાં ઓછું પોષણ હોય ત્યાં બાળકોમાં સ્ટંટીંગની સમસ્યા જોવા મળે છે.
આ ત્રણેય પરિમાણોને ૧૦૦ પોઈન્ટનો પ્રમાણભૂત સ્કોર આપવામાં આવે છે. આ સ્કોરમાં, કુપોષણ, બાળ મૃત્યુદર અને બાળ કુપોષણ દરેક એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. સ્કોર સ્કેલ પર, ૦ શ્રેષ્ઠ સ્કોર છે, જ્યારે ૧૦૦ સૌથી ખરાબ છે.