વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૧માં તેમના કાર્યક્રમ મન કી બાત દ્વારા છેલ્લી વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેણે એક વીડિયો વિશે જણાવ્યું. આ વીડિયો મન કી બાત કાર્યક્રમમાં પણ ચલાવવામાં આવ્યો હતો.

વીડિયોમાં તમે જાઈ શકો છો કે ત્રણ વિદેશી યુવતીઓ ભારતનું ‘નેશનલ સોંગ’ ગાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ છોકરીઓ ગ્રીસની છે. ગ્રીસની યુવતીઓએ વંદે માતરમનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. પીએમ મોદીએ આ યુવતીઓના વખાણ કરતા કહ્યું કે આ બતાવે છે કે બંને દેશોના સંબંધો કેટલા સારા છે. આ સિવાય પીએમ મોદીએ વીડિયો દ્વારા એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે દુનિયામાં ભારતનું વર્ચસ્વ કેટલી ઝડપથી વધી રહ્યું છે.

થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એક બલોચ ગાયકે ભારતનું દેશભક્તિ ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જવા’ ગાયું હતું. બલૂચ સિંગર વહાબ અલી બુગાટીના અવાજમાં આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. વહાબ અલી બુગાટીએ ભારતનું દેશભક્તિ ગીત ખૂબ જ સુંદર રીતે ગાયું હતું.

મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘દેશવાસીઓ, નમસ્કાર! આ સમયે તમે ૨૦૨૧ની વિદાય અને ૨૦૨૨ના સ્વાગતની તૈયારી કરી રહ્યા હોવ. નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારા વર્ષમાં કંઈક સારું કરવા, વધુ સારું બનવાનો સંકલ્પ લે છે. છેલ્લા સાત વર્ષથી આપણી ‘મન કી બાત’ પણ આપણને વ્યક્તિ, સમાજ, દેશની ભલાઈને ઉજાગર કરીને વધુ સારું કરવા અને સારા બનવાની પ્રેરણા આપી રહી છે.