ગ્રીવ્સ કોટન લિમિટેડ એક એન્જિનિયરિંગ કંપની છે જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એન્જિન અને ભારે સાધનો માટે ક્લીનટેક પાવરટ્રેન સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડીયા દ્ગજીઈ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસઇ પર લિસ્ટેડ છે. ઓક્ટોબર ૨૦૨૩માં, કંપનીએ સમગ્ર ભારતમાં ૨૦૦ વિતરકો, કુલ ૮,૦૦૦ રિટેલ સ્ટોર્સ અને ૨૦,૦૦૦ મિકેનિક્સની હાજરી હતી.
ગ્રીવ્સ કોટન લિમિટેડે આજે ૭ ફેબ્રુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર, મહારાષ્ટિ સરકારના જીએસટી વિભાગ દ્વારા કંપનીની કોર્પોરેટ ઓફિસમાં ૬ ફેબ્રુઆરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે શેરના ભાવ ૧.૬૯ ટકાના ઘટાડા સાથે ૧૬૨.૬૦ રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. આજે શેરમાં ૨.૬૫ રૂપિયાનો ઘટાડો થયો છે. કંપનીના શેરહોલ્ડર્સની સંખ્યા ૨,૧૧,૬૯૪ છે. કુલ માર્કેટ કેપ ૩૭૬૯ કરોડ અને દેવું ૮૭.૬ કરોડ રૂપિયા છે.
મે ૨૦૧૯ માં કંપનીએ એમ્પીયર ઝીલ નામનું હાઇ-સ્પીડ ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યું, જે ભારત સરકારની ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રીક વ્હીકલ્સ નીતિના સ્પષ્ટીકરણોને પૂર્ણ કરે છે. ઈ-સ્કૂટર ઝીલની ટોપ સ્પીડ ૫૫ કિમી પ્રતિ કલાક છે અને ૫.૫ કલાકના સિંગલ ચાર્જ પર ૭૫ કિમીની રેન્જ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીએ અગાઉના વર્ષના ૧,૭૯૦ કરોડની સરખામણીમાં ૧,૯૮૮ કરોડની આવક નોંધાવી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૧ માં, કંપનીએ બેંગલુરુમાં ૮,૦૦૦ ચોરસફૂટ જગ્યા સાથે ઓટાઇવીમાર્ટ નામનો તેનો પ્રથમ મલ્ટિ-બ્રાન્ડ ઇલેક્ટ્રીક વાહન રિટેલ સ્ટોર શરૂ કર્યો, જેમાં ઇલેક્ટ્રીક કારના અનુભવ માટે ઇ-વ્હીકલ, રેટ્રોફિટેડ એક્સેસરીઝ અને વેચાણ પછીની સુવિધાઓ છે. ઓગસ્ટ ૨૦૨૩માં, ગ્રુપના એક ભાગ ગ્રીવ્સ રિટેલે પાવર રાજા નામની ઈ-રિક્ષા માટે બેટરીની શ્રેણી લોન્ચ કરી હતી. રૂ૨૦૨૩ માં ગ્રિવ્સ ઇલેક્ટ્રીક મોબિલિટી જૂથનો એક ભાગ, માત્ર ૨,૭૦૦ કરોડની આવક મેળવી હતી, જે તેની કુલ આવકમાં ૪૨ ટકા ફાળો આપ્યો હતો જે ૬,૪૨૯ કરોડ રૂપિયા હતો.