રાજુલા સેવા મંડળ અને પારેખ ચેરિટી ટ્રસ્ટ આયોજિત ‘ગ્રીન રાજુલા ક્લીન રાજુલા’ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં વિવિધ સ્કૂલમાંથી ૬૨ જેટલા વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના આયોજક બીપીનભાઈ લહેરી તેમજ કિશોરભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જે.એમ. વાઘ સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ ૯ થી ૧૦ અ વિભાગમાં પ્રથમ નંબરે બાટીયા દર્શિલ, બીજા નંબરે બાંભણિયા નંદની એ. અને ત્રીજા નંબરે તેરૈયા પ્રાર્થના એસ. આવ્યા હતા. ધોરણ ૧૧ થી ૧૨ વિભાગ બ માં પ્રથમ નંબરે ગુજરીયા રોહિત, બીજા નંબરે ગોસાઈ જયદીપ અને ત્રીજા નંબરે ખુમાણ રાજશ્રીબેન મહેશભાઈ આવ્યા હતા.