આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગોંડલ તાલુકાની પ૮ ગ્રામ પંચાયતોમાં મોવિયા, હડમતાળા(કોલીથડ), નાગળકા, અનિડા, ભાલોડી અને મોટા ઉમવાડા સહિત પ ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ તાલુકા પીએસઆઈ એમ.જે. પરમાર, ડી.પી.ઝાલા, મહિલા પીએસઆઈ સહિતના પોલીસ કાફલા દ્વારા સડક પીપળીયા, વાછરા તેમજ રૂપાવટી ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.