લોકશાળા ખડસલી દ્વારા હાડીડા ગામમાં તારીખ ૨૭-૨-૨૪ ના રોજ પ્રાથમિક શાળા હાડીડા મુકામે ગામના સરપંચ નજુભાઈ ખુમાણ તેમજ ગ્રામ આગેવાનોએ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટય કરીને એનએસએસ કેમ્પનો આરંભ કરાવ્યો હતો. નિવાસી કેમ્પમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ગ્રામ સફાઈ, ભીંતસૂત્ર લેખન, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ, પર્યાવરણની જાળવણી, ગાંધી વિચાર પ્રસાર તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમો, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો તેમજ ગ્રાહક
જાગૃતિના વિવિધ કાર્યક્રમો ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના સંયુકત ઉપક્રમે રવિવારે ગ્રાહક સુરક્ષા અધિકારો તથા આમ જનતાને કાનૂની સહાય અંગે માર્ગદર્શન આપતો સેમિનાર પણ યોજાયો હતો.