અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ૧૬-૧૦-૨૦૨૫ ના રોજ “વોક ફોર ક્વોલિટી –૨૦૨૫” નું BIS(બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્‌ર્સ), રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું, જેના અંતર્ગત આઈ.ટી.આઈ.ના આશરે ૬૦૦ તાલીમાર્થીઓ (ભાઈઓ-બહેનો સહિત)એ રેલી સ્વરૂપે ભાગ લીધેલ હતો. આ રેલી આઈ.ટી.આઈ. કેમ્પસથી શરૂ થઈને અમરેલી બસ સ્ટેશન સુધી પહોંચી હતી અને ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આઈ.ટી.આઈ. ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો હતો કે તેઓ માત્ર BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડ્‌ર્સ), હોલમાર્ક તેમજ ISI (ઈન્ડિયન સ્ટાન્ડડ્‌ર્સ ઈન્સ્ટિટ્યુટ) જેવા પ્રમાણિત માર્ક વાળી વસ્તુઓ જ ખરીદે. વિદ્યાર્થીઓએ બેનરો, પ્લેકાડ્‌ર્સ અને સ્લોગન્સ દ્વારા આ સંદેશને લોકો સુધી પહોંચાડ્‌યો હતો.
કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ ભાગ લીધો હતો. તેમની સાથે BISના ડાયરેક્ટર પારિજાત શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટર પિયુષભાઇ ગેડીયા અને રાહુલભાઈ રાજપૂત, શુભમજી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, અમરેલી આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા તેમજ જિલ્લા શિક્ષણ કચેરીના પ્રતિનિધિ સુનિલભાઈ ગોયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંપૂર્ણ માર્ગદર્શન BISના પ્રમોશનલ ઓફિસર અમનસિંઘે આપેલ હતું. અમરેલી જિલ્લાના નોડલ પ્રિન્સીપાલ ડો. ટી.એમ. ભટ્ટ પણ હાજર રહ્યા હતા.