રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટાચૂંટણી-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૨ જૂન, ૨૦૨૫ના રોજ મતદાન અને તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ મતગણતરી થશે. આ ચૂંટણીઓને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમ-૧(આર) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડસ્પીકર અને વાહનો પર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરવાનગી વિના સભા, સરઘસ કે વાહનો પર માઇક વગાડી શકાશે નહીં.