ગુજરાતના ૩૩ જિલ્લાની ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા અને વિભાજન સર્જન ચૂંટણી માટે આગામી ૧૯મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે ગામનો રાજા કે ગ્રામ પંચાયતના સભ્યો બનવા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.
સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ અવધી મંગળવાર સુધીની હોય તે દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ૧૯મીએ મતદાન યોજાશે અને ર૧મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.રાજય ચૂંટણી પંચ દ્વારા ગત રરમીએ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગત સોમવારે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય આજે અને કાલે ફોર્મ ભરવા માટે ધસારો રહેશે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇ રાજકીય પક્ષ પોતાના સત્તાવાર ઉમેદવારોને મેન્ડેટ સાથે મેદાનમાં ઉતારતી હોતી નથી કે ગ્રામ્ય વિસ્તારોમાં કયાં રાજકીય પક્ષનું જાર જાવા મળ્યું હતું. આ વખતે ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારોને ૧૬૪ જેટલા અલગ અલગ પ્રકારના ચૂંટણી ચિહનો આપવામાં આવશે.
રાજયની ૧૦૧૧૭ ગ્રામ પંચાયતના ૮૮૨૧૧ વોર્ડ અને ૧૦૧૧૭ સરપંચ માટુ સામાન્ય ચુંટણી, ૬૫ ગ્રામ પંચાયતના ૫૬૮ વોર્ડ અને ૬૫ સરપંચ જયારે ૬૯૭ ગ્રામ પંચાયતના ૯૨૩ વોર્ડ અને ૧૦૨ સરપંચની માટે ચૂંટણી યોજાશે આવતી કાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવા બાદ સોમવારે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. મંગળવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદ પ્રચાર-પ્રસારનો માહોલ જામશે ૧૯મી ડિસેમ્બરના રોજ સવારે ૭ થી સાંજના છ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે અને ર૧મી ડિસેમ્બરે સવારે ૮ કલાકથી મતગણતરી યોજાશે.
અમદાવાદ જિલ્લાની ૪૧૧ અમરેલી જિલ્લાની ૫૨૮, અરવલ્લી જિલ્લાની ૨૩૧, આણંદ જિલ્લાની ૨૧૩, કચ્છની ૪૮૨, ખેડાની ૪૩૨, ગાંધીનગરની ૧૭૯, ગીર સોમનાથ જિલ્લાની ૨૯૯, છોટા ઉદેપુરની ૨૪૭, જામનગર ૨૬૮, જુનાગઢની ૪૩૨, ડાંગની ૭૦, તાપીની ૨૬૮, દાહોદની ૩૬૧, દેવભૂમિ દ્વારકાની ૧૭૫, નર્મદાની ૨૦૦, નવસારીની ૩૨૨, પંચમહાલની ૩૭૯, પાટણની ૨૦૮, પોરબંદરની ૧૩૫, બનાસકાંઠાના ૬૫૩, બોટાદ જિલ્લાની ૧૫૭, ભરૂચની ૫૦૩, ભાવનગરની ૪૩૭, મહિસાગરની ૨૭૩, મહેસાણાની ૧૬૩, મોરબીની ૩૨૦, રાજકોટની ૫૪૮, વડોદરાની ૩૨૯, વલસાડની ૩૩૪, સાબરકાંઠાની ૩૨૫, સુરતની ૪૯૮ અને સુરેન્દ્રનગર જિલ્લાની ૪૯૯ સહિત રાજયની કુલ ૧૦૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.
જેના માટે કુલ ૨૭૦૮૫ મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન હાથ ધરાશે જેમાં ૧,૦૬,૪૬,૫૨૪ પુરૂષ મતદારો અને ૧,૦૦,૦૬,૮૫૦ †ી મતદારો સહિત કુલ ૨,૦૬,૫૩,૩૭૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.