રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જોહેર કરવામાં આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે હવે જીપીએસસી વર્ગ-૦૧ અને વર્ગ-૦૨ની પરિક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને પાછી ઠેલવાનો નિર્ણય કર્યો છે.
જીપીએસસી દ્વારા ૧૯મી ડિસેમ્બરના રોજ પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ તે દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી તેના બદલે ૨૬ મી ડિસેમ્બરના રોજ પરિક્ષા લેવાશે. આ અંગે જીપીએસસીના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરવામાં આવ્યું છે અને જીપીએસસીના ચેરમેન દિનેશભાઈ દાસાએ પણ ટ્‌વીટ કરીને માહિતી શેર કરી છે. અને આ અંગે પરિપત્ર પણ બહાર પાડી વિદ્યાર્થીઓને જોણ કરવામાં આવી છે.
આ મુદ્દે જીપીએસસી ચેરમેન દિનેશ દાસા એ ટ્‌વીટ કરીને આડકતરો ઈશારો આપ્યો હતો અને લખ્યું હતું કે, અને સૌને જણાવવાનું કે ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી જોહેર થઈ છે તેના સમાચાર અમોને પણ મળ્યા છે. યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોતાના વાંચનકાર્યનો કીમતી અને પવિત્ર સમય જીપીએસસીને ટ્‌વીટ દ્વારા જોણ કરવામાં ન વેડફાય તો સારૂ.
નોંધનીય છે કે,જીપીએસસી દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જોતિ કલ્યાણ)ની કુલ ૦૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જોતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્ય વેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ થઈને કલાસ ૧ અને ૨ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જોહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.