ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પણ સેવાસેતુ કાર્યક્રમ શરૂ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય, પેટા અને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં તા. રર-નવે. થી ર૪-ડિસે. સુધી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. અગાઉ આચારસંહિતા દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે આ નિર્ણયને રદ્દ કરી આચારસંહિતામાં પણ ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમ ચાલુ રાખવા સૂચના આપી દેવામાં આવી છે. જાકે, હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે આચારસંહિતા અમલી હોવાથી ચૂંટાયેલ પદાધિકારીઓ કે અન્ય કોઇ હોદ્દેદારો કે રાજકીય પદાધિકારીઓને આમંત્રણ ન આપવા સૂચના આપવામાં આવી છે.