દામનગરમાં ગ્રામ્ય લક્ષ્મી બચત અને ધિરાણ સહકારી મંડળી, મોટા લીલીયાની દામનગર બ્રાન્ચ ખાતે ચેરમેન હિતેશભાઈ કારીયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સભાસદ ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, મંડળી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ જેવી કે રિકરિંગ ડિપોઝિટ, સભાસદ લોન, માસિક બચત, ફિક્સ વેલફેર, હ્લડ્ઢ પર ધિરાણ, વીમા બચત વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.