ગ્રામીણ વિસ્તારની સેવા સહકારી મંડળીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા અને બંધ થતી અટકાવવા પિયાવાના ચિરાગ હિરપરાએ એનસીયુઆઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને લેખિત રજૂઆત કરી છે. ગ્રામીણ વિસ્તારની સેવા સહકારી મંડળીઓએ સહકારી સંસ્થાઓનો પાયો છે, જા તે પડી ભાંગશે તો સહકારી પ્રવૃત્તિઓ કેવી રીતે જીવંત રહી શકશે? મંડળીઓને આર્થિક રીતે સદ્ધર કરવા માટે મંડળીઓ ખેડૂતો સાથે સંકળાયેલી છે. તો કૃષિમોલ કરી ખેડૂતોને જરૂરી વસ્તુઓનું વેચાણ કરે તો ખેડૂતો અને ગ્રામ્યજનોને વસ્તુઓ સારી અને સસ્તી મળશે અને મંડળીઓ આર્થિક રીતે સદ્ધર પણ થશે તેવું તેમણે પત્રમાં જણાવ્યું છે.