અમરેલીના નાના આંકડીયા અને નાના માચીયાળાના ગ્રામજનોને એક નવી સુવિધા મળવા પામી છે. નાના આંકડીયાના સરપંચ દ્વારા આજે નાના માચીયાળાથી નાના આંકડીયાને જોડતા કાચા રસ્તાને પાકામાં તબદીલ કરવાની પહેલ કરવામાં આવી હતી અને આ રસ્તાનું ખાતમુહૂર્ત કરતા બંને ગ્રામજનોમાં ખૂશીની લહેર જાવા મળી છે. આ ખાતમૂહુર્ત કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરિયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, ઉપપ્રમુખ ભુપતભાઇ વાળા, જીતુભાઇ ડેર, કાળુભાઇ વાળા, દિલીપભાઈ સાવલીયા, વનરાજભાઈ કોઠીવાળ, નિકુલભાઈ માંડણકા, અમરેલી જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ બગડા સહિત અમરેલી જિલ્લા પંચાયત ટીમ અને અમરેલી તાલુકા પંચાયત ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.