શાહરુખ ખાન અને ગૌરી ખાન આજકાલ પોતાના દીકરા આર્યન ખાનને લઈને ખૂબ ચિંતિત છે. વિવાદિત ડ્રગ્સ કેસને લઈને આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં બંધ છે. ત્યારે રિપોર્ટ્‌સમાં જણાવ્યા મુજબ, શાહરુખ ખાન અને ગૌરી ખાન સરખું જમી શકતા નથી અને પૂરતી ઊંઘ પણ લઈ શકતા નથી. દરમિયાન ટિવટર પર ગૌરી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ ટ્રેન્ડ પર લોકો વિવિધ પ્રકારની ટિવટ્‌સ કરી રહ્યા છે. ફેન્સ શાહરુખ અને ગૌરી ખાનના સપોર્ટમાં લખી રહ્યા છે જ્યારે કેટલાંક એવા પણ લોકો છે કે જેઓ સલાહ-સૂચનો આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ‘શાહરુખ ખાન અને ગૌરી ખાન તૂટી ગયા છે કારણકે તેઓની એવી આશા નહોતી કે તેમનો દીકરો આર્યન ખાન આટલા લાંબા સમય સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે ‘નવરાત્રિ દરમિયાન ગૌરીના દીકરા આર્યનને જેલમાં નાખવામાં આવ્યો.’ વધુ એક યૂઝરે લખ્યું કે ‘આર્યન, શાહરુખ ખાનનો દીકરો છે. આ સમગ્ર મામલાને સાંપ્રદાયિકતાને રંગ ના આપો. ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ થયા પછી શાહરુખ ખાનના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શાહરુખ ખાનની પત્ની અને આર્યન ખાનની માતા ગૌરી ખાનનો પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એનસીબીની ઓફિસમાં દીકરાને મળ્યા પછી ભાંગી પડી હતી. ગૌરી પોતાના આંસુ રોકી નહોતી શકી. શાહરુખ ખાન પણ અત્યારે અસહાય અનુભવી રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શાહરુખ ખાન અત્યારે પોતાના જીવનના સૌથી કપરા સમયનો સામનો કરી રહ્યો છે. શાહરુખ ખાનની ઊંઘ ઉડી ગઈ છે અને ભૂખ-તરસ પણ મરી ગયા છે. રિપોર્ટ્‌સ અનુસાર, શાહરુખ ખાનના નજીકના મિત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શાહરુખ બહારથી સ્ટ્રોન્ગ દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એવુ જાહેર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે તે શાંત છે, પરંતુ અંદરથી તે ઘણો દુઃખી અને પરેશાન છે. તે સારી રીતે સુઈ નથી શકો અને કંઈ ખાઈ-પી પણ નથી શકતો. તે અંદરથી ભાંગી પડ્યો છે.