કાંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે અમેરિકન વકીલો દ્વારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અદાણીએ ભારતીય અને અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. મને આશ્ચર્ય થાય છે કે અદાણી હજુ પણ દેશમાં કેવી રીતે આઝાદીથી ફરે છે? રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણીના પ્રોજેક્ટ્‌સની તપાસ ઘણા દેશોમાં થઈ રહી છે અને અદાણી ભ્રષ્ટાચાર કરીને દેશની પ્રતિષ્ઠાને નીચે લાવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ‘નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું – જા તેઓ એક છે તો સુરક્ષિત છે.’ જા ભારતમાં નરેન્દ્ર મોદી અને અદાણી એક હોય તો તેઓ સુરક્ષિત છે. ભારતમાં અદાણી વિશે કંઈ કરી શકાય તેમ નથી. અહીં મુખ્યમંત્રીને જેલમાં મોકલવામાં આવે છે અને અદાણી ૨૦૦૦ કરોડનું કૌભાંડ કરીને આઝાદ ફરે છે. કારણ કે નરેન્દ્ર મોદી તેમની સુરક્ષા કરી રહ્યા છે. અમેરિકાની તપાસ કહે છે કે અદાણીએ ભારત અને અમેરિકામાં ગુના કર્યા છે. પરંતુ ભારતમાં અદાણી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી માંગ છે કે અદાણીની ધરપકડ કરવામાં આવે અને સેબીના વડા માધાબી પુરી બુચને પદ પરથી હટાવી તેમની તપાસ થવી જાઈએ. તેમણે તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિ (જેપીસી)ની રચના કરવાની પણ માંગ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘લોકસભામાં વિપક્ષના નેતા તરીકે મારી જવાબદારી છે કે આ મુદ્દાને દેશની જનતા સમક્ષ મૂકું. આ વ્યÂક્ત (અદાણી) ભ્રષ્ટાચાર દ્વારા દેશના સંસાધનોને કબજે કરી રહ્યો છે. તેઓ ભાજપને મદદ કરી રહ્યા છે. અમે જેપીસી તપાસ અને અદાણીની ધરપકડની માંગ કરીએ છીએ, પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં કારણ કે દેશના વડા પ્રધાન અદાણીને સમર્થન અને રક્ષણ આપે છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે માધબી પુરી બૂચ ગૌતમ અદાણીને બચાવી રહી છે અને ભારતના રિટેલ રોકાણકારોનું રોકાણ જાખમમાં મુકવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ મોટો દાવો કરતા કહ્યું કે ‘વડાપ્રધાન ઈચ્છે તો પણ તેઓ કંઈ કરી શકતા નથી કારણ કે તેઓ અદાણીના નિયંત્રણમાં છે. મારા શબ્દોને ચિનહીત કરો, અદાણીએ રૂ. ૨,૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું છે, પરંતુ હું બાંહેધરી આપું છું કે વ્યક્તિની ન તો ધરપકડ કરવામાં આવશે કે ન તો તેની સામે કોઈ તપાસ થશે.