ભારત અને એશિયાના સૌથી મોટા અમીર ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે તેજી જાવા મળી છે. શેર માર્કેટમાં ઘટાડા છતાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ૭.૧૬ અરબ ડોલરની તેજી આવી હતી. આ સાથે તેઓ ૧૦૦ અરબ ડોલર ક્લબમાં સામેલ થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્ટસના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્ત ૧૦૬ અરબ ડોલર પહોંચી ગઈ છે. અને તેઓ દુનિયાના અમીરોના લિસિટ્માં ૧૭ માં સ્થાન પર આવી ગયા છે. તો માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને પણ તેઓએ પાછળ રાખી દીધા.
અદાણીની નેટવર્થમા આ વર્ષે ૨૧.૪ અરબ ડોલરની તેજી આવી છે. જ્યારે કે બિલ ગેટ્સની નેટવર્થમાં ૧૨.૭ અરબ ડોલરનો ઘટાડો જાવા મળ્યો છે. ગેટ્સ ૧૦૪ અરબ ડોલરની નેટવર્થની સાથે અમીરોના લિસ્ટમાં ૧૮ મા નંબર પર સરકી ગયા છે. આ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં ગુરુવારે ૧.૧૧ અરબ ડોલરનો ઘટાડો જાવા મળ્યો છે. તેઓ ૯૦.૨ અરબ ડોલરની નેટવર્થની સાથે દુનિયાના અમીરોના લિસ્ટમાં ૨૦ માં નંબર પર છે. આ વર્ષે તેમની નેટવર્ત ૧૭.૫ અરબ ડોલર ઘટી છે.
અદાણીની નેટવર્થમાં ગુરુવારે ૭ અરબ ડોલરથી વધુની તેજી આવી. અદાણી લાંબા સમય બાદ ફરીથી ૧૦૦ અરબ ડોલરની ક્લબમાં સામેલ થયા. તેઓ દુનિયાના અમીરોના લિસ્ટમા ૧૭ મા સ્થાન પર પહોંચી ગયા છે. આ વર્ષે અદાણીની નેટવર્થમાં ૨૧.૪ અરબ ડોલરની તેજી આવી છે.
દુનિયાના અમીરોના લિસ્ટમાં એલન મસ્ક ૬૪૫ અરબ ડોલરની નેટવર્થની સાથે પહેલા નંબર પર યથાવત છે. તેમની નેથવર્થમાં ૯.૮૯ અરબ ડોલરનો ઘટાડો જાવા મળ્યો હતો. લૈરી પેજ ૨૮૯ અરબ ડોલરની સાથે બીજા સ્થાન પર છે. તેમની નેટવર્થ ગુરુવારે ૯.૪૯ અરબ ડોલર ઘટી ગઈ હતી. આ લિસ્ટમાં જેફ બેજાઝ (ઇં૨૭૪ અરબ) ત્રીજા સ્થાને, સર્ગેઈ બ્રિન (૨૬૯ અરબ) ચોથા સ્થાને, માર્ગ ઝકરબર્ગ (૨૩૩ અરબ) પાંચમા સ્થાને, લૈરી એલિસન (૨૨૭ અરબ) છઠ્ઠા સ્થાને, માઈકલ ડેલ (૧૭૯ અરબ) સાતમા સ્થાને, જૈસન હુઆંગ (૧૬૫ અરબ) આઠમા સ્થાને, બર્નાંડ આરનોલ્ડ (૧૬૦ અરબ) નવમા સ્થાને અને જિમ વોલ્ટન (૧૫૭ અરબ) દસમા સ્થાન પર છે.








































