કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામના પૂર્વ સરપંચ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલને તેમના ઉત્કૃષ્ટ પશુપાલન કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે. કચ્છ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના પશુપાલન કાર્યક્રમમાં તેમને ગીર સોમનાથ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્યના સહકાર અને કૃષિ વિભાગના મંત્રીના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.