ગોવામાં એક નાઇટક્લબના માલિક સૌરભ લુથરાનું પહેલું નિવેદન હવે રવિવાર રાત્રે લાગેલી આગ અંગે સામે આવ્યું છે જેમાં ૨૫ લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છે. ઉલ્લેખનીય છે કે સૌરભ ઘટના પછીથી ફરાર છે. ગોવા પોલીસની એક ટીમ રવિવારે ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા, જેમની સામે હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે, તેમને શોધવા માટે દિલ્હી જવા રવાના થઈ હતી.આ દરમિયાન, સૌરભ લુથરા સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે, “નાઈટક્લબ મેનેજમેન્ટ આ દુર્ઘટનાથી દુઃખી છે અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. અમે આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. મેનેજમેન્ટ પીડિતોના પરિવારોને ટેકો આપવા માટે શક્્ય તમામ પગલાં લેશે.”સૌરભ લુથરાનું લિંક્ડઇન પ્રોફાઇલ તેમને “રોમિયો લેન, બિર્ક ખાતે ચેરમેન” તરીકે સૂચિબદ્ધ કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, સૌરભ લુથરા ગોવામાં ભાગ્યે જ જાવા મળે છે અને વિવિધ કાનૂની બાબતોમાં પણ તેઓ તેમના વતી તેમના પ્રતિનિધિઓ મોકલે છે. ક્લબના સ્ટાફે એમ પણ જણાવ્યું હતું કે ક્લબના માલિક ભાગ્યે જ જાવા મળે છે, તેઓ મહિનામાં ફક્ત એક જ વાર નાઈટક્લબની મુલાકાત લે છે અને સ્ટાફ સાથે ભાગ્યે જ વાતચીત કરે છે. ગોવા નાઈટક્લબ આગના સંદર્ભમાં, પોલીસે ક્લબના ચીફ જનરલ મેનેજર, રાજીવ મોડક (૪૯, રહે. આર.કે. પુરમ, નવી દિલ્હી), જનરલ મેનેજર વિવેક સિંહ (૨૭, રહે. જૌનપુર, ઉત્તર પ્રદેશ), બાર મેનેજર રાજીવ સિંઘાનિયા (૩૨, રહે. ગોરખપુર, ઉત્તર પ્રદેશ) અને ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુર (૩૨, રહે. માલવિયા નગર, નવી દિલ્હી) ની ધરપકડ કરી છે.તપાસમાં નાઈટક્લબમાં અસંખ્ય ખામીઓ અને ગેરકાયદેસર બાંધકામ બહાર આવ્યું છે.વધુમાં, ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેનાથી જાહેર સલામતી જાખમાઈ હતી. નાઈટક્લબના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા અત્યંત સાંકડા હતા, જેના કારણે લોકો ભાગી જતા અને ભીડમાં ફસાઈ જતા નહોતા. નાઈટક્લબ બેકવોટરમાં સ્થીત છે અને સાંકડા માર્ગ દ્વારા જમીન સાથે જાડાયેલ છે, જેના કારણે આગને કાબુમાં લેવી મુશ્કેલ બને છે અને નોંધપાત્ર નુકસાન થાય છે. મૃત્યુઆંક વધીને ૨૫ થયો છે, જેમાં ૧૪ નાઈટક્લબ સ્ટાફ, ચાર પ્રવાસીઓ અને સાત અન્ય લોકોનો સમાવેશ થાય છે.