કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોતમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં ગોવા ખાતે રાજ્ય સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો હેતુ કેન્દ્ર સરકારની સંશોધિત અને પુનઃ સંકલિત પશુધન યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો. મંત્રી રૂપાલાએ આ બેઠકમાં ભારત સરકારની યોજનાઓ હેઠળ લાવવામાં આવેલા વિવિધ ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ વિભાગની સુધારેલી અને પુનઃ સંકલિત યોજનાઓના સંપૂર્ણ અમલીકરણ પર ભાર મુક્યો હતો. આ તકે મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ મડગાંવમાં નવા ફિશ માર્કેટની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ગોવાના મુખ્યમંત્રી સહિત સંયુક્ત સચિવ (મત્સ્યોદ્યોગ), રાજ્ય સચિવો અને પશુપાલન અને મત્સ્યોદ્યોગના નિયામકો તેમજ ગોવાના અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.