મહુવા તાલુકાના ગોરસ ગામે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે ગોરસ પ્રાથમિક શાળાના ૬ નવા ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૧ કરોડ ૫ લાખના ખર્ચે તૈયાર થયેલા આ ઓરડાઓ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે અભ્યાસમાં સુવિધાસભર બનશે. સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, મારી પ્રાથમિકતા હંમેશા શિક્ષણ, આરોગ્ય અને વિકાસના કાર્યોને વેગ આપવાની છે. લોકાર્પણ સમારોહ દરમિયાન ગામના આગેવાનો, શિક્ષકો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.