સાવરકુંડલાના ગોરડકા ગામ પાસે ફોરવ્હીલે મહિલાને અડફેટે લીધી હતી જેમાં તેનું કરૂણ મોત થયું હતું. આ બનાવ અંગે મહુવા તાલુકાના દેવળીયા ગામે રહેતા જેન્તીભાઈ દાનભાઈ ભીલ (ઉ.વ.૨૭)એ ફોરવ્હીલ નંબર જીજે-૧૪-એકે-૨૦૧૮ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ અઠવાડિયા પહેલા નિમુબેન લાકડાનો ભુકો કરવાની મજૂરીકામે ગયા હતા અને ત્યાંથી ગોરડકા ગામે ટ્રકમાં બેસીને ગયા હતા. આ દરમિયાન ટ્રકમાંથી નીચે ઉતરી રોડ ક્રોસ કરતાં ફોરવ્હીલ જીજે-૧૪-એકે-૨૦૧૮ના ચાલકે તેમને અફફેટે લીધા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ વાય.જી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.