અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે બીનાકા ચોકની સામે આવેલી ગોપાલ લાલજીની હવેલીમાં ભગવાન જગન્નાથની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મજબૂત સિંહ બસીયા, સંજયભાઈ પોપટ, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ ડિમ્પલબેન પોપટ, રાષ્ટ્રીય મહિલા ઓજસ્વી અધ્યક્ષ નિરાલીબેન વ્યાસ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતા, પ્રતાપભાઈ રાજપુત અને સમાજસેવક એવા પેઈન્ટર ડી.જે. મહેતા, પાર્થિવભાઈ જોશી, વસંતભાઈ આચાર્ય, દેવાંગભાઈ આચાર્ય તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા ધર્મચાર્ય અધ્યક્ષ નિલેશભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ભક્તજનો અને હિન્દુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.