અમરેલી જિલ્લામાં એક દિવસમાં બે જગ્યાએથી રેતી ચોરી ઝડપાઈ હતી પોલીસે બંને સ્થળેથી મળી આઠ ટન રેતી સહિત ૬.૫૩ લાખનો માલ જપ્ત કર્યો હતો. ચલાલાના ગોપાલગ્રામ પાસેથી ત્રણ ઈસમો ટ્રેક્ટરની ટ્રોલીમાં ૪ ટન રેતી ભરીને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે રેતી સહિત ૩.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલીમાં જેસીંગપરા શેરી નંબર ૫ પાસેથી ગાવડકામાં રહેતો એક યુવક ડમ્પરમાં ચાર ટન રેતી ગેરકાયદે વહન કરતા પકડાયો હતો. પોલીસે રેતી સહિત ૩.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.