ધારી તાલુકાના ગોપાલગ્રામ મુકામે આવેલ ઓ.પી. ઝાટકિયા હાઇસ્કૂલ ખાતે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ- અમરેલી દ્વારા શાળાના અંદાજિત ૧૫૦ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલાં લેવા? તથા પોતાનો અને પોતાના સાથીનો બચાવ કઈ રીતે કરવો ?તથા વિવિધ આપદા દરમ્યાન શું કરવું અને શું ના કરવું ?જેવા વિવિધ મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.