ધારી તાલુકાના ગોપાલગ્રામમાં વન્ય પ્રાણીઓની રંઝાડ દિવસને દિવસે વધતી જાય છે. વનખાતુ વન્ય પ્રાણીઓને પકડવામાં નિષ્ફળ જતું હોવાથી સિંહ, દીપડા જેવા પશુઓ છાશવારે ગ્રામ્ય વિસ્તારોમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યા છે. જેમાં ગઇકાલે ગોપાલગ્રામમાં સિંહે વાછરડાનું મારણ કર્યાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.