ધારી તાલુકાના ગોપાલગ્રામમાં, ગોપાલગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટના નિયામક અને મિલિયન કંપનીના માલિક મિલનભાઈ જાટકીયા અને સેવાભાવી ટ્રસ્ટી મિલનબેન જાટકીયાના માર્ગદર્શન હેઠળ, ગ્રામીણ મહિલાઓ માટે
ગૃહ ઉદ્યોગ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા મહિલાઓના વિનામૂલ્યે બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી તેઓને કમાણીની રકમ સીધી તેમના ખાતામાં મળી રહે. અગાઉ, ગોપાલગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા ઓ.પી. જાટકીયા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સુવિધાજનક બિલ્ડિંગ અને ક્વોલિફાઈડ શિક્ષણની સાથે વિનામૂલ્યે સ્કૂલ બસ, ગણવેશ, પુસ્તકો અને સ્ટેશનરી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.










































