ગોપાલગ્રામ દરબાર ગઢ ખાતે ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડિયા તેમજ સંસ્થા વતી શિવસાંઈ ગૃપના રાજુભાઈ જાની તથા લલિતદાદાએ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓને ચોપડા-સ્ટેશનરી વિતરણ કર્યુ હતું. આ તકે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી કિર્તીભાઈ ભટ્ટ, આગેવાનો બાબુભાઈ વાડદોરિયા, રમણિકભાઈ ઠુમ્મર, કાળુભાઈ વાડદોરિયા, ચુનીભાઈ, પ્રતાપભાઈ વાળા, કનુભાઈ ભિસરિયા, સુરેશભાઈ, જીતુ ગજેરા, સંજય વાડદોરિયા, હર્ષ રામાણી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.