ધારી તાલુકાના ચલાલા ગામે આગેવાનોની મુલાકાત લઈ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ગામના અણઉકેલ પ્રશ્નો સાંભળ્યા હતા. ગોપાલગ્રામના અણઉકેલ પ્રશ્નોનું જલદીથી નિરાકરણ આવે તે માટે ગામના આગેવાનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેથી ધારાસભ્ય જે.વી.કાકડીયાએ તમામ પ્રશ્નો જેમ બને તેમ જલદીથી ઉકેલવા માટેની તૈયારી દર્શાવી હતી. આ તકે, શંભુદાદા વાડદોરીયા, રમુભાઈ ઠુંમર, સરપંચ હરેશભાઈ વાળા, રાજુભાઈ ઠુંમર સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.