અમરેલી જિલ્લામાંથી રેતી ચોરીની ઘટના તંત્રની ઉદાસીનતાના કારણે અટકવાનું નામ જ નથી લઈ રહી. મોટા ભૂમાફિયાના બદલે તંત્ર દ્વારા છુટક કેસ કરીને સંતોષ માનવામાં આવે છે. ચલાલાના ગોપાલગ્રામમાંથી ચાર ટન રેતી ચોરી ઝડપાઈ હતી. સરભંડામાં રહેતા મેહુલભાઈ મનુભાઈ દાફડા (ઉ.વ.૨૨) ગોપાલગ્રામ ગામના બસ સ્ટેશન પાસેથી પોતાના હવાલાવાળા ટ્રેકટર અને ટ્રોલીમાં ચાર ટન રેતી લઇને જતા ઝડપાયા હતા. પોલીસે ટ્રેક્ટર, ટ્રોલી, રેતી મળી કુલ ૨,૫૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.