અમદાવાદની એક કોર્ટે ૨૦૦૨ના ગુજરાત રમખાણોના એક જૂના કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમના પર છદ્ભ-૪૭ અને રિવોલ્વર લહેરાવવાનો આરોપ હતો. પુરાવા તરીકે શાંતિ સમિતિના સભ્ય સતીશ દલવાડી દ્વારા રેકોર્ડ કરાયેલ વીએચએસ ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.૧૪ એપ્રિલ, ૨૦૦૨ના રોજ, દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. સતીશે પોલીસને એક કેસેટ સોંપી હતી, જેમાં આલમગીરી શેખ, હનીફ શેખ, ઈમ્જીયાઝ શેખ, રૌફમિયા સઈદ અને અન્ય ઘણા લોકોને હથિયારો સાથે દર્શાવવામાં આવ્યા હતા. પોલીસ ચાર્જશીટમાં જણાવાયું હતું કે ઈમ્જીયાઝ એેકે-૪૭ જેવું હથિયાર લઈને ચાલી રહ્યો હતો અને એક અજાણ્યો વ્યક્તી રિવોલ્વરથી ફાયરિંગ કરી રહ્યો હતો. નિશાન હિન્દુ સમુદાય હતો.૨૩ વર્ષ લાંબા ટ્રાયલમાં, એક આરોપી, હનીફ શેખ અને ઘણા સાક્ષીઓનું મૃત્યુ થયું હતું. તપાસ અધિકારીનું પણ મૃત્યુ થયું હતું. બાકીના સાક્ષીઓએ કોર્ટમાં સહકાર આપ્યો ન હતો. એક સાક્ષીએ કહ્યું, “મારી સહી હું ચા પી રહ્યો હતો ત્યારે લેવામાં આવી હતી.” સતીશ દલવાડીએ કહ્યું, “મને યાદ નથી કે શું રેકોર્ડ કરવામાં આવ્યું હતું.” પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.એચ. ચૌહાણ પણ પોતાના નિવેદનો આપીને ફર્યા. સૌથી અગત્યનું, વિડીયો કેસેટ ક્્યારેય કોર્ટમાં રજૂ કરવામાં આવી ન હતી.કોર્ટે કહ્યું, “વિડીયો કે હથિયાર બંનેમાંથી કોઈ મળી આવ્યું નથી. આરોપીઓ પાસે હથિયારો હોવાના કોઈ મૌખિક કે લેખિત પુરાવા નથી.” આર્મ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કલમો લાદવામાં આવી હતી, પરંતુ કોઈ આધાર વિના. આખરે, આલમગીરી શેખ, ઈમ્જીયાઝ શેખ અને રૌફમિયા સઈદને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.