અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો વિવાદ ગરમાયો છે. બહુરાષ્ટ્રીય બ્રાન્ડના ભરોસે પોતાના ઘરનું સપનું જાનારા મધ્યમ વર્ગના પરિવારોની આજીવનની મૂડી અત્યારે જાખમમાં મુકાઈ છે. મેમનગર વિસ્તારમાંં ગોદરેજ પ્રોપર્ટીસ દ્વારા શરૂ કરાયેલા ગોદરેજ પ્રોપર્ટીસ પ્રોજેક્ટમાં રોકાણ કરનારા ૧૧૦૦ થી વધુ પરિવારો અત્યારે આર્થિક અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે.
વર્ષ ૨૦૨૨માં જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ થયો ત્યારે બ્રાન્ડ નેમ જાઈને મધ્યમ વર્ગના પરિવારોએ પડાપડી કરી હતી. રોકાણકારોના આક્ષેપ મુજબ, કંપનીએ અત્યાર સુધીમાં કુલ મળીને આશરે ૨૩૩ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નવાઈની વાત એ છે કે ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં સાઈટ પર હજુ સુધી પાયાનું બાંધકામ પણ શરૂ થયું નથી. રોકાણકારોને વાયદો કરવામાં આવ્યો હતો કે ૨૦૨૫ સુધીમાં પઝેશન આપી દેવામાં આવશે, પરંતુ પ્રોજેક્ટની હાલત જાતા આ વાયદો પોકળ સાબિત થયો છે.
આ વિવાદમાં સૌથી વધુ હાલત ખરાબ તે મધ્યમ વર્ગના લોકોની થઈ છે. એક તરફ બેંકના વ્યાજ અને ઇએમઆઇ ચાલુ થઈ ગયા છે અને બીજી તરફ ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. લાખો રૂપિયા આપ્યા હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ યોગ્ય માહિતી કે સ્પષ્ટતા ન મળતા રોકાણકારોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
ન્યાય માટે રોકાણકારોએ છેક મુખ્યમંત્રી કાર્યાલય અને આરઇઆરએ ના દ્વાર ખખડાવ્યા છે. ડિસેમ્બર ૨૦૨૫માં બિલ્ડર અને રોકાણકારો વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં બિલ્ડરે જેમને ઘર નથી જાઈતું તેમને પૈસા પરત કરવાની વાત સ્વીકારી હતી. જાકે, આ સમજૂતીના મહિનાઓ વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ રોકાણકારને રિફંડ મળ્યું નથી.
નારાજ રોકાણકારોએ તાજેતરમાં કંપનીની નવી સાઈટ ગોદરેજ અલ્ટસ પર જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોકાણકારોનો ગંભીર આક્ષેપ છે કે સેલેસ્ટે પ્રોજેક્ટમાંથી ઉઘરાવવામાં આવેલા કરોડો રૂપિયા અન્ય સાઈટના કામમાં વાપરી નાખવામાં આવ્યા છે. મોટા ગજાના બિલ્ડરો જ્યારે સામાન્ય નાગરિકોના વિશ્વાસ સાથે રમત રમે ત્યારે તેમની સુરક્ષા કોણ કરશે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.






































