લીલીયા તાલુકાના ગોઢાવદર પ્રાથમિક શાળામાં વર્ષ ૧૯૯૫માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ, વ્યવસાય કે નોકરી કરી રહ્યા છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તે સમયના આચાર્ય કરમશીભાઇ ભુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એક જૂથ બનાવીને એકબીજાને મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા હતા. મેહુલભાઇ ગજેરા અને હિતેશભાઇ ગજેરાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.