લીલીયા તાલુકાના ગોઢાવદર ખાતે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત સાંસદ નારણભાઇ કાછડીયાએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ તકે ગામના સરપંચ હીરાબેન ગોસાઇ, સ્કૂલના આચાર્ય વર્ષાબેન જાશી, વિજયભાઇ ગજેરા, ભીખાભાઇ ધોરાજીયા, બાલાભાઇ પડસાલિયા, જિગ્નેશભાઇ સાવજ, ગૌતમભાઇ વીંછીયા, વિપુલભાઇ, હિંમતભાઇ ગજેરા, ભરતભાઇ વિંઝુડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલમાં બનાવવામાં આવેલ કબાટને સાંસદના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલભાઇ જાશી દ્વારા કરવામાં આવ્યું હતું.