લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત એસબીઆઈ બેન્કના માધ્યમથી બાળકો માટે નવા એકાઉન્ટ ખોલવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે એસબીઆઈ લીલીયામાંથી અધિકારી તેમજ બાળકોના વાલીઓ અને સરપંચ તેમજ મહિલાઓ તથા એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા. એસબીઆઈના સ્ટાફ દ્વારા બાળકોના એકાઉન્ટ ખોલી આપવામાં આવ્યા હતા અને એસબીઆઈના ગજેન્દ્રભાઈના હસ્તે
વૃક્ષારોપણ કરાયું હતું. શાળાના આચાર્ય દ્વારા બેંકના કર્મચારીઓ અને ઉપસ્થત સૌનો આભાર વ્યકત કરાયો હતો.